
સૌરાષ્ટ્રમાં જળસંકટની આશંકા: દ્વારકામાં મોટાભાગના જળાશયો લગભગ ખાલી, જામનગરમાં પણ પાણીની ચિંતા |
રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા વિવિધ ડેમોમાં પણ સંગ્રહની સ્થિતિ અલગ-અલગ છે. ઉપલબ્ધ વિગતો પ્રમાણે, આજી-3 ડેમમાં 27 ટકા, ન્યારી-1 ડેમમાં 40 ટકા અને આજી-1 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો છે. બીજી તરફ, ખોડાપીપર ડેમમાં 70 ટકા, આજી-2 ડેમમાં 94 ટકા અને લાલપરી ડેમમાં 100 ટકા પાણીનો જથ્થો હોવાનું જણાવાયું છે.





