Top 220 News Portals in India
Home » રમતો » હવન પૂરો થયાના 2 કલાકમાં જ ખેલ થઈ ગયો: દારૂના અડ્ડાથી 200 મીટર દૂર મળી લાશ

હવન પૂરો થયાના 2 કલાકમાં જ ખેલ થઈ ગયો: દારૂના અડ્ડાથી 200 મીટર દૂર મળી લાશ

Share This News

 

Last Updated:

પરિવારજનોનો આક્ષેપ છે કે વિનુજી જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે સંપૂર્ણપણે સાજા-નરવા હતા, પરંતુ અડ્ડા પર ગયા બાદ બે જ કલાકમાં તેમનું મોત નીપજતાં બનાવ શંકાસ્પદ બન્યો છે. ભત્રીજાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અડ્ડાવાળાએ જ મૃતદેહને થોડે દૂર મૂકી દીધો હોઈ શકે છે.

દારૂ પીવાથી મોત થયાના આક્ષેપ સાથે ગ્રામજનોની જનતા રેડ
દારૂ પીવાથી મોત થયાના આક્ષેપ સાથે ગ્રામજનોની જનતા રેડ

પાટણ: જિલ્લામાં ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ચકચારી ઘટના સામે આવી છે. ઊંટવાડા ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાથી માત્ર 200 મીટરના અંતરેથી જ 45 વર્ષીય યુવકનો વિનુજી ઠાકોરનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દારૂ પીવાના કારણે જ કમાઉ સભ્યનું મોત થયું હોવાનો પરિવારે સીધો આક્ષેપ કર્યો છે, જેના પગલે સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં જ વાગડોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

દારૂના અડ્ડા નજીકથી જ મૃતદેહ મળી આવ્યો

બનાવની વિગત અનુસાર, ખોડાણા ગામના રહેવાસી વિનુજી ઠાકોર દશેરાના દિવસે ઘરમાં હવન પત્યા બાદ રાત્રે ઊંટવાડા ગામે ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યાના સુમારે દારૂના અડ્ડા નજીકથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે વિનુજી જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે સંપૂર્ણપણે સાજા-નરવા હતા, પરંતુ અડ્ડા પર ગયા બાદ બે જ કલાકમાં તેમનું મોત નીપજતાં બનાવ શંકાસ્પદ બન્યો છે. ભત્રીજાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અડ્ડાવાળાએ જ મૃતદેહને થોડે દૂર મૂકી દીધો હોઈ શકે છે.

દેશી દારૂના અડ્ડા પર પહોંચી ‘જનતા રેડ’ પાડી

યુવકના સંતોષજનક જવાબ ન મળતાં અને મોતની ખબર ફેલાતાં જ ખોડાણા અને ઊંટવાડાના ગ્રામજનોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી ઊઠ્યો હતો. રોષે ભરાયેલા ગામલોકોએ એકઠા થઈને જાતે જ દેશી દારૂના અડ્ડા પર પહોંચી ‘જનતા રેડ’ પાડી હતી. ગ્રામજનોએ ત્યાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓના વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બદનામીના ડરે હરકતમાં આવેલી પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો.

 

રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં ન લેવાયાનો આક્ષેપ

મૃતકના ભાઈ કુંવરજી ઠાકોરે જણાવ્યું હતું કે, હવન પત્યા બાદ ભાઈ બહાર ગયો હતો અને મોડી રાત્રે તેના મોતના સમાચાર મળ્યા હતા. બનાવ બાદ અડધું ગામ પોલીસ સ્ટેશને FIR નોંધાવવા પહોંચ્યું હતું. બીજી તરફ, ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા અને બુટલેગરો બેફામ બનીને દારૂ વેચી રહ્યા હતા. જો સ્થાનિક પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આજે એક નિર્દોષે જીવ ગુમાવવો પડ્યો ન હોત.

 

દારૂબંધીના પોકળ દાવાઓ સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ

હાલ સમગ્ર મામલે પાટણ જિલ્લા પોલીસ કે આરોગ્ય વિભાગ તરફથી મોતના સત્તાવાર કારણ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પેનલ પીએમ અને એફએસએલ (FSL) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જોકે, આ ઘટનાએ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. હાલ ગ્રામજનો એક અવાજે માગ કરી રહ્યા છે કે પરિવારને ન્યાય મળે અને બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત બોક્સ
How To Print Hindi Newspaper PDF
મતદાન
Are you satisfied with the Hello India 24 ?
Most Read
Gold rate
silver rate
Today Panchang
Cricket Live Score