Top 220 News Portals in India
Home » રમતો » કેમ સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા સ્માર્ટ પંખા લગાવાયા? વજન આવે તો સિલિંગથી છૂટા પડી જાય! | સુરત

કેમ સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા સ્માર્ટ પંખા લગાવાયા? વજન આવે તો સિલિંગથી છૂટા પડી જાય! | સુરત

Share This News

 

Last Updated:

Veer Narmad South Gujarat University: પંખા પર પાંચ કિલોથી વધુ વજનનો ભાર આવે તો પંખો છૂટો પડી જાય તેવી વ્યવસ્થા | ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રયોગ શરૂ કરાયો હોવાનો દાવો, અત્યાર સુધીમાં 500 જેટલા પંખા લગાવાયા

હોસ્ટેલમાં 500 પંખા લગાવવામાં આવ્યા

સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આપઘાત નિવારણ માટે એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો અટકાવવા માટે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ખાસ પ્રકારના પંખા લગાવવામાં આવી રહ્યા છે. આ પંખાઓમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પાંચ કિલોથી વધુ વજનનો ભાર આવે તો પંખો છત પરથી છૂટો પડી જાય અને તેની સાથે ઇલેક્ટ્રિક કનેક્શન પણ તૂટી જાય.

હોસ્ટેલના રૂમમાં લગાવવામાં આવેલા આ ખાસ પંખાઓની છત સાથે જોડાયેલી પાઇપમાં સ્પ્રિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પંખા પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ભાર આવતાં પંખો છૂટો પડી જાય તેવી ટેક્નિકલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, પંખાનું ઇલેક્ટ્રિક કનેક્શન પણ તૂટી જાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવાનો અને આપઘાતની ઘટનાઓને અટકાવવાનો છે.

ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રયોગ શરૂ કરાયાનો દાવો

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવેલી આ પહેલને આપઘાત નિવારણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, માત્ર ટેક્નિકલ સુરક્ષા વ્યવસ્થા પૂરતી નથી. વિદ્યાર્થીઓને માનસિક સહાય, કાઉન્સેલિંગ અને મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ મળી રહે તેવી વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. યુનિવર્સિટીનો આ પ્રયાસ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક નવી પહેલ તરીકે સામે આવ્યો છે.

 

બે મિનિટનો આવેશ દૂર થાય તો બચી શકે અમૂલ્ય જીવન

વિદ્યાર્થીઓ માનસિક તણાવ, અભ્યાસનું દબાણ, વ્યક્તિગત સમસ્યાઓ કે અન્ય કારણોસર ક્યારેક ક્ષણિક આવેશમાં આવીને ગંભીર પગલું ભરી લેતા હોય છે. આવા સમયે વિદ્યાર્થીને તાત્કાલિક મદદ મળી રહે અને આવેશની ક્ષણ પસાર થાય તે માટે સુરક્ષાનાં પગલાં મહત્ત્વપૂર્ણ બની શકે છે. હોસ્ટેલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ વ્યવસ્થા વિદ્યાર્થીઓને આવેશમાં આવીને જીવલેણ પગલું ભરતાં અટકાવવાના પ્રયાસનો એક ભાગ છે.

 

અત્યાર સુધીમાં 500 જેટલા પંખા લગાવાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં હોસ્ટેલમાં અંદાજે 500 જેટલા આ પ્રકારના પંખા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં યુનિવર્સિટીની અન્ય હોસ્ટેલોમાં પણ આવા પંખા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત બોક્સ
How To Print Hindi Newspaper PDF
મતદાન
Are you satisfied with the Hello India 24 ?
Most Read
Gold rate
silver rate
Today Panchang
Cricket Live Score