Top 220 News Portals in India
Home » રમતો » ઓલ્ડ સિટીને ખતમ કરવાનું મોટું ષડયંત્ર!: સુરત ભાજપ પૂર્વ પ્રમુખ

ઓલ્ડ સિટીને ખતમ કરવાનું મોટું ષડયંત્ર!: સુરત ભાજપ પૂર્વ પ્રમુખ

Share This News

 

Last Updated:

રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અંગે તેમણે પાલિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, ફરિયાદના યોગ્ય નિરાકરણને બદલે અધિકારીઓ તરફથી ઉલટા જવાબ મળ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આ મામલે રાજકીય દબાણ હોવાની વાત પણ અધિકારીએ કરવામાં આવી હોવાનો દાવો છે.

પોતાના જ નિવાસસ્થાન પાસે ગેરકાયદે બાંધકામ મુદ્દે SMC સામે ગંભીર આક્ષેપો!
પોતાના જ નિવાસસ્થાન પાસે ગેરકાયદે બાંધકામ મુદ્દે SMC સામે ગંભીર આક્ષેપો!

સુરત: મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે હવે ભાજપના જ પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાળાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પોતાના નિવાસસ્થાનની બાજુમાં આવેલા રેસિડેન્સિયલ વિસ્તારમાં કથિત ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સાથે તેમણે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

યોગ્ય નિરાકરણને બદલે અધિકારીઓ તરફથી ઉલટા જવાબ મળ્યા

નીતિન ભજીયાવાળાના જણાવ્યા અનુસાર, રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અંગે તેમણે પાલિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, ફરિયાદના યોગ્ય નિરાકરણને બદલે અધિકારીઓ તરફથી ઉલટા જવાબ મળ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, આ મામલે રાજકીય દબાણ હોવાની વાત પણ અધિકારી દ્વારા કરવામાં આવી હોવાનો દાવો તેમણે કર્યો છે.

નેતાઓની રજૂઆતોને પણ પાલિકાના અધિકારીઓ ગંભીરતાથી ન લીધી

આ સમગ્ર મામલે સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ફરિયાદ કરનાર વ્યક્તિ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર છે. નીતિન ભજીયાવાળાએ સવાલ ઉઠાવ્યો છે કે, જો ભાજપના જ નેતાઓની રજૂઆતોને પણ પાલિકાના અધિકારીઓ ગંભીરતાથી ન લેતા હોય, તો સામાન્ય નાગરિકોની ફરિયાદોનું શું થતું હશે? તેમણે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં રહેણાક વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

 

‘કોમર્શિયલ બાંધકામો શહેરની મૂળ ઓળખને નુકસાન પહોંચાડે છે’

નીતિન ભજીયાવાળાએ સુરતના ઓલ્ડ સિટીના વિકાસ અને અસ્તિત્વને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના આક્ષેપ મુજબ, જૂના શહેરના રહેણાક વિસ્તારોમાં થઈ રહેલા કોમર્શિયલ બાંધકામો શહેરની મૂળ ઓળખને નુકસાન પહોંચાડી શકે છે. ઓલ્ડ સિટીને ખતમ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવા જેવા ગંભીર આક્ષેપો સાથે તેમણે તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે.

પાલિકા કમિશનર અને સંબંધિત ઝોનલ અધિકારી સમક્ષ ફરિયાદ કરી

આ મામલે નીતિન ભજીયાવાળાએ પાલિકા કમિશનર અને સંબંધિત ઝોનલ અધિકારી સમક્ષ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં, જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આગામી સમયમાં જવાબદાર પાલિકા અધિકારીઓ સામે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું છે.

 

ભાજપના પૂર્વ શહેર પ્રમુખે જ ફરિયાદ કરતાં મામલો ચર્ચાનો વિષય બન્યો

રેસિડેન્સિયલ વિસ્તારમાં કથિત ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ અંગે ભાજપના પૂર્વ શહેર પ્રમુખે જ ફરિયાદ કરતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ આ ફરિયાદ અંગે શું તપાસ કરે છે અને બાંધકામ નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત બોક્સ
How To Print Hindi Newspaper PDF
મતદાન
Are you satisfied with the Hello India 24 ?
Most Read
Gold rate
silver rate
Today Panchang
Cricket Live Score