Top 220 News Portals in India
Home » રમતો » તમારુ ઢોર તંદુરસ્ત છે કે બિમાર? પશુઓમાં કયા રોગના કેવા લક્ષણો દેખાય? જાણો દરેક પશુપાલકોએ ધ્યાન રાખવા જેવી વાત | ભાવનગર

તમારુ ઢોર તંદુરસ્ત છે કે બિમાર? પશુઓમાં કયા રોગના કેવા લક્ષણો દેખાય? જાણો દરેક પશુપાલકોએ ધ્યાન રાખવા જેવી વાત | ભાવનગર

Share This News

Last Updated:

ભાવનગરના પશુ ચિકિત્સા અધિકારીએ પશુપાલકો પોતાના પશુઓ તંદુરસ્ત છે કે નહીં તેની ઓળખ કેવી રીતે કરી શકે તે અંગે માહિતી આપી છે.

+

News18

News18

ભાવનગર: હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવારો પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈને આર્થિક આવક મેળવી રહ્યા છે. જોકે, પશુપાલનના વ્યવસાયમાં સારી આવક મેળવવા માટે પશુઓના આરોગ્યની યોગ્ય કાળજી રાખવી અત્યંત જરૂરી છે. પશુ તંદુરસ્ત હોય તો દૂધ ઉત્પાદન સહિત પશુપાલનના વ્યવસાયમાં પણ સારા પરિણામો મેળવી શકાય છે. જેથી દરેક પશુપાલકોને હમેશાં ચિતા રહે છે કે તેમના પશુ તંદુરસ્ત છે કે નહીં, ત્યારે આ અંગે ભાવનગરના પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલભાઈ મહત્વની માહિતી આપી છે.

તંદુરસ્ત પશુના લક્ષણો

આ અંગે પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલભાઈએ જણાવ્યું હતું કે,પશુ તંદુરસ્ત છે કે નહીં તેની ઓળખ પશુપાલકો સામાન્ય લક્ષણો પરથી પણ કરી શકે છે. પશુપાલકો પશુના શરીર અને તેની દૈનિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને તેના આરોગ્ય અંગે પ્રાથમિક અંદાજ મેળવી શકે છે. તંદુરસ્ત પશુ સામાન્ય રીતે ચપળ અને સ્ફૂર્તિલું દેખાય છે. પશુની આસપાસ થતી હિલચાલ પ્રત્યે તે સતર્ક રહે છે અને અવાજ કે ટચકારો થતાં પ્રતિક્રિયા આપે છે. તેના નાકના ભાગ પર ભેજ જોવા મળે છે અને નાના પાણીના ટીપાં પણ બાઝેલા હોઈ શકે છે. તંદુરસ્ત પશુ નિયમિત રીતે ખોરાક અને પાણી લેતું હોય છે. તેની શ્વાસ લેવાની પ્રક્રિયા સામાન્ય રહે છે તેમજ મળમૂત્રની ક્રિયા પણ નિયમિત હોય છે.

પશુપાલકોએ શું ધ્યાન રાખવું?

ડૉ. રાહુલે વધુમાં જણાવ્યું કે, પશુપાલકોએ દરરોજ પશુના વર્તન, ખોરાક લેવાની ટેવ, પાણી પીવાની માત્રા અને દૂધ ઉત્પાદનમાં થતા ફેરફારો પર ધ્યાન આપવું જોઈએ. જો પશુ સુસ્ત રહે, ખોરાક લેવાનું ઓછું કરે, શ્વાસ લેવામાં તકલીફ અનુભવે અથવા મળમૂત્રમાં અસામાન્ય ફેરફાર જોવા મળે તો પશુચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. સમયસર સારવાર અને યોગ્ય દેખરેખ પશુપાલનના વ્યવસાયને વધુ લાભદાયી બનાવવામાં મદદરૂપ બને છે.

પશુઓમાં ક્યા કયા રોગ આવે?

  • પશુઓમાં જોવા મળતા સામાન્ય રોગોમાં ખરવા-મોવાસા, ગળસુંઢો, આફરો, કૃમિનો ઉપદ્રવ અને આંચળનો સોજો જેવા રોગોનો સમાવેશ થાય છે.
  • ખરવા-મોવાસા રોગમાં પશુને તાવ આવે છે, મોઢામાં ચાંદાં પડે છે અને પગમાં દુખાવો થવાથી ચાલવામાં તકલીફ પડે છે.
  • ગળસુંઢો રોગમાં તાવ, ગળામાં સોજો અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જોવા મળી શકે છે.
  • આફરો થવાથી પશુના પેટનો ડાબી બાજુનો ભાગ ફૂલી જાય છે અને પશુ બેચેની અનુભવે છે.
  • કૃમિના ઉપદ્રવમાં પશુનું શરીર નબળું પડવું, વજન ઘટવું અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મળે છે.
  • જ્યારે આંચળનો સોજો થવાથી આંચળ ગરમ થવું, સોજો આવવો અને દૂધમાં ફેરફાર થવો જેવા સંકેતો મળે છે.
  • પશુમાં આવાં લક્ષણો જોવા મળે તો પશુપાલકોએ જાતે દવા આપવાને બદલે તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત બોક્સ
How To Print Hindi Newspaper PDF
મતદાન
Are you satisfied with the Hello India 24 ?
Most Read
Gold rate
silver rate
Today Panchang
Cricket Live Score